Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

આજનાં ઇન્ફર્મેશન અને ટેક્નોલોજીનાં યુગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રગતિનાં પંથે લઇ જઇને તથા સફળતાનાં સર્વોચ્ચ શિખરને સર કરવાની ઇચ્છા ધરાવતાં આજનાં મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓનાં તથા આજનાં આપણાં ઇન્ફોટેક્ શિક્ષકોનાં સુકાની બનવાનો હું શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદ ના આચાર્ય તરીકે ગર્વ અનુભવુ છું. હું મારી શાળાનાં ઉત્કર્ષ માટે મારી મનોભિલાષા પૂર્ણ કરવા સંસ્થા મંડળ, શાળાપરિવાર  શિક્ષણપ્રેમી ગુણીજનો ના સહયોગની અપેક્ષાએ હંમેશા કર્તવ્યનિષ્ઠ બનીશ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી ર્ડા.એ.પી.જે. અબ્દુલકલામનાં સ્વપ્નનું વિકસીત ભારત બનાવવા માટે હું હંમેશા કટિબધ્ધ રહીશ.

“The destiny of India is being shaped in her classroom” વિધાનને સત્યાર્થ કરવા માટે મારી શાળામાં અમે સૌ કેટલાંક મુદ્દાઓનું અમલીકરણ કરીએ છીએ.

(૧) શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રી હોવું જરૂરી છે, નહિકે શિક્ષક કેન્દ્રી.

(૨) દરેક વર્ગખંડ આધુનિક ટેક્નોલોજી થી સજ્જ કરવો અને દરેક શિક્ષક પોતે દરેક તાસમાં પોતાને “Up to date”કરીને જ જાય.

(૩) અભ્યાસક્રમને ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો સાથે જોડીને જ શિક્ષણ આપી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિનાં અમૂલ્ય વારસાનો પરિચય કરાવવો અને પશ્ચિમી સંસ્કૃતિની માયાજાળમાંથી મુક્ત કરવા.

(૪) Positive Thinking - વિદ્યાર્થીઓ હકારાત્મક વલણ ધરાવતા થાય, સમાજમાં ચાલતા કુરિવાજો,અંધશ્રધ્ધાઓ, ખોટી માન્યતાઓથી દૂર રહી વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ વિચારતો થાય.તેવું શિક્ષણ આપવું.

(૫) શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓનાં દિલો-દિમાગમાં સંપૂર્ણ ભારતીયતા છવાઇ જાય.

 

શ્રી યોગેશ પાંડુરંગ શીરસાઠ

મિશન

(૧) ખરેખર ગરીબ અને બુધ્ધિમાન હોય તેવા ચાંદોદની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બનતી મદદ કરવી.
(૨) આધુનિક શૈક્ષણિક ક્ષેત્રિય સાધનોની સુવિધા માટે સજ્જતા.
(૩) બાળકોના સર્વાંગી વિકાસલક્ષી ઉત્તમ શિક્ષણનું અમલીકરણ.
(૪) વિદ્યાર્થીના જીવન ઘડતરના પ્રયાસ માટે સંસ્થા-વાલીજગત અને શિક્ષકગણનો સમન્વય કરી શિલ્પીઓનું મંડળ રચવું.
(૫) કન્યા કેળવણીને ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તેજન કાર્ય.(પ્રોત્સાહિત)
(૬) આરોગ્ય વિષયક જ્ઞાન-પ્રચારથી ગ્રામ-આરાગ્ય સુધારણા કાર્ય.
(૭) વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રીય અભ્યાસક્રમ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટે અન્ય ઉચ્ચ સંસ્થાનો સંપર્ક.