Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Bajir.Vaishali.P

વજીર વૈશાલી.પી.

આઝાદીના અજવાળાં અને અંધારા

ઇ.સ. ૧૯૪૭ પંદરમી ઓગષ્ટે ભારત દેશની આઝાદીની ઉષા ઉગી અને ભારતભરમાં આઝાદીનાં અજવાળા પથરાઇ ગયાં, પણ એ અજવાળા ને પગલે પગલે અંધારા પણ દોડી આવ્યા.
ભારતમાંથી ગુલામીનો અંધકાર દુર થયો અને સ્વતંત્રતાનો પ્રકાશ ફેલાયો સૌથી પહેલા ભારતનું બંધારણ ઘડવાનું કામ શરૂ થયું ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. પંચવર્ષીય યોજનાઓ, બહુલક્ષી નદી અને નહેર યોજનાઓ પાછળ અજબો રૂપિયા ખર્ચ્યા. ખેતીની ઉપજ વધારવાના પ્રયત્નો થયા. દેશની સમૃદ્ધિ અને પ્રજાની આવક વધવા માંડી. વા રસ્તા, નવી રેલવે, નવા બંદરો, વિમાન ઘરો. ગામડાંઓ સુધી પોષ્ટ ઓફિસો, બસ વ્યવહાર, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસ શરૂ થયો.
આજે ૨૧ મી સદીના ભારતે આર્થિક ક્ષેત્રે અને વિજ્ઞાન ક્ષેત્રે પુષ્કળ પ્રગતિ કરી છે, પરંતુ કેવળ આર્થિક આબાદી થી આપણા દેશનું નવ નિર્માણ નહિ થાય. પ્રજામાં કોમી વિસંવાદિતા ફેલાવવામાં રાજકીય પક્ષો જ જવાબદાર છે. પ્રાંતો માં સીમા વિવાદ વકર્યો છે. પાણી, ભાષા, ધર્મ જેવા અનેક પ્રશ્નો રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં બાધારૂપ બને છે શહેરોમાં ઝૂપડપટ્ટીઓનું પ્રમાણ વધી ગયુ છે. દેશમાં વસ્તી વધારો, સીતમ મોંઘવારી, બેકારી, દહેજ, કોમવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચારસ બળાત્કાર, નિરક્ષરતા, અંધશ્રધ્ધા જેવા કેટલાય સામાજિક અનિષ્ટોરૂપી અંધકાર ભારત દેશ પર છવાઇ ગયો છે.
આ અંધકારને દૂર કરી પ્રજાને તંદુરસ્તી બક્ષવાની છે, તેમને સલામતી આપવાની છે. કથળી ગયેલી કાયદાકાનૂનની વ્યવસ્થાને સુધારવાની જરૂર છે. પ્રજાકીય શાસનમાં રાષ્ટ્રથી મહાન કશુ જ ન હોવું જોઇએ, ભારત દેશની આઝાદીનાં અજવાળાં અને અંધારા પર દષ્ટિપાત કરતા મને એમ લાગે છે કે જો પ્રજામાં અને ખાસ કરીને રાજકારણીઓનાં હૃદયમાં વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની – આ ઉત્કૃષ્ટ ભાવના જાગશે અને તેનો અમલ થશે તો ભારત થશે તો ભારત સમૃદ્ધિના શિખર ઉપર હશે એ એક નિશંક વાત છે !