Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Bhat Pragti ben

ભટ્ટ પ્રકૃતિ એન.

આધુનિક પરિક્ષા પદ્ધતિ શું પુસ્તકો સાથે હોવી જોઇએ ?

આ પ્રશ્ન માત્ર વિદ્યાર્થીઓને જ નહિ રાજકીય નેતાઓથી માંડી, શિક્ષકો, આચાર્યો, વાલીઓ, કેળવણી કારો અને શિક્ષણમંત્રી સૌ કોઇને સતાવી રહ્યો છે. જો કેળવણીકારો આનો ચોક્કસ નિર્ણય લઇ શક્યા હોત તો આ મુદ્દે ચર્ચા નું કેન્દ્ર ન બન્યું હોત.
પરીક્ષામાં પુસ્તક સાથે બેસવું અને પુસ્તક વિના બેસવું એ એક સિક્કાની બે બાજુ જેવું છે, તેથી જ બંને પાસા વિચારીએ અને સ્પષ્ટ કરીએ કે સાચું શું છે !
હા તો પરીક્ષા પુસ્તક લઇને આપવાની હોય, તો...........
વિદ્યાર્થીઓને લીલા લહેર થઇ જાય છે. કુમળી વયના બાળકોને માટે બ્રહ્યાંડનો ભાર ઉતરી જાય છે. કેવું પેપર નીકળશે તેના ડર પણ રહેતો નથી. સાથે પરીક્ષાખંડમાં સુપરવાઇઝરની પણ જરૂર પડતી નથી. સરકાર તેમજ યુનિવર્સિટીના લાખ્ખો રૂપિયા બચી જશે સાથે સાથે વાલીઓ એ પોતાના સંતાનોને ટયુશન કલાસીસ માં પણ મોકલવા પડતા નથી જેને કારણે મોટી ફી ની બજત થઇ શકે તેમજ હોશિયાર વિદ્યાર્થી અને ડફોળ વિદ્યાર્થી વચ્ચે કોઇ ભેદભાવ રહેતો નથી અને યાદશક્તિ અને એકાગ્રતાનો પ્રશ્ન ઉગભવકો નથી. આમ, બીજું પાસું વિચારીએ તો, પુસ્તક વગર જો પરીક્ષા આપવાની હોય તો હોશિયાર વિદ્યાર્થીની આવડત કે તેનું જ્ઞાન માપવાનું કોઇ સાધન જ રહેતું નથી. હોશિયાર, ડફોળ અને મધ્યમકક્ષાનાં વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન થઇ શકતું નથી. પુસ્તક સાથે પરીક્ષા આપવાની હોય તો, વિદ્યાર્થીને વધારે ભણીને શું કામ છે. ? શિક્ષકો પણ કોચરાઇ કરવા માંડ છે ! તો પછી શાળાની પણ શું જરૂર પડે ! કે આચાર્યની પણ કોઇ જરૂરિયાત લાગતી નથી ! આખુ અર્થતંત્ર કેવું વેડફાઇ જશે !
આમ, બન્ને પાસાંઓનું મુલ્યાંકન તેમજ દલીલબાજી જોય પછી ન્યાય કરીએ તો પરીક્ષા પદ્ધતિ પુસ્તકો સાથે વિદ્યાર્થીઓ બેસે તો તેને પરીક્ષા જ ન કહેવાય એમ તેનું નવું નામ કહીએ તો “Modern cheating examination method” તેમજ પુસ્તક સાથેની પરીક્ષા એટલે પરીક્ષા શબ્દનું અપમાન તેમજ શાળાની નિયમતા તેમજ ચાણક્યના વિધાનનું પણ અપમાન થયું કહેવાય કે, જે “શિક્ષક કભી સામાન્ય નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” એ જે વિદ્યાર્થીની અંદર રહેલી છુપી શક્તિ છે તે બહાર કેવી રીતે આવી શકશે ! તેથી જ પરીક્ષા પદ્ધતિ પુસ્તક વિના જ હોવી જોઇએ.