Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - G.B.Parmar

જી.બી.પરમાર

માનવનું કાર્ય

ભગવાનશ્રીએ માનવને પૃથ્વી પર અવતાર આપ્યો અને કહ્યું હતું કે તારું સમગ્ર જીવન તું પરમાર્થે અને પરમાત્મા માટે સદ્કાર્યમાં વાપરજે. માનવે હા પાડી અને પૃથ્વી પર આવ્યો. ત્યારથી પૂરાતન કાળથી તે તેનાં કાર્યો કરતાં પણ તેમાં તેને અજંપો મળ્યા કરતો. આખરે જેમ જેમ સમયકાળ વીતતો ગયો તેમ તેમ તે પ્રભુને ભૂલતો ગયો અને તન, મન, બુદ્ધિથી પૈસા પાછળ આંધળી દોડે ભાગી રહ્યો. જન્મથી – બચપણ – યુવાની – વૃદ્ધાવસ્થા સુધી એનાં કાર્યો માંથી જે તે ઊંચો આવતો ન હતો અને જે કાર્ય મહત્વનું હતું તેને ગૌણ ગણ્યું ? આજે આપણે કચેરી ઓફિસ – શાળા – કોલેજમાં પણ જોઇ શકીએ છીએ કે મનુષ્યને જાતે કરવાનું કામ તે પણ સરકાર દ્વારા નોટિસો આપવી પડે છે. અને તેનો અમલ કેટલો થાય છે. તે તો મનુષ્યનું ભીતરી હ્રદય જ જાણે છે ! નાનામાં નાનો કર્મચારીથી માંડીને મોટા ઓફિસરો સુધી જો તપાસ કરવામાં આવેતો ‘સૌનું કામ કોઇનું નહિ.’ જોવા મળે છે. તેનો એકરાર આપણે કરવો જ પડશે. આપણે સંમત થવું જ પડશે કે કોઇપણ સંસ્થામાં ભ્રષ્ટાચારનો વ્યાપ કેટલો વધી રહ્યો છે. સેવાના બહાને મેવા ખાવામાં માનવ કેટલાં ઉતાવળીયા છે ! દરેક જ્ઞાતિના સમાજમાં આપણે જોઇશું તો કયાંય ને કયાંય ખામીકે ત્રુટિઓ જોવા મળે છે. ઘણાને અસંતોષ-નિરાશા-હતાશા જ મળે છે.
  જો માનવ જાતે સમજી-વિચારી-જાણીને પોતાનું કાર્ય કરે તો હું માનું છું કે આપણો દેશ ઉન્નતિ-વિકાસનાં માર્ગે અવલ્લ નંબર લાવે તેમાં કોઇ બે-મત નથી. માટે જ તો શ્રી ઉમાંશકર જોષીએ કહ્યું છે ને કે - ‘‘હું માનવી માનવ થાઉ તો ઘણું.’’