Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Geeta.D.Shah

શ્રીમતી ગીતા ડી.શાહ

આપણાં વ્યવહાર

બીજા પ્રત્યે સારો વ્યવહાર કરો, સારો ભાવ રાખો, ત્યારે તમને તમારી જાત પ્રત્યે પૂર્ણ સંતોષ થશે. આ અનુભવવાણી છે, છતાં તેનો અમલ ઓછો થતો હોય તેમ લાગે છે.
સામી વ્યક્તિ પ્રત્યે આપણો વ્યવહાર સરળ હોવો જોઇએ. મીઠાશ ભર્યો હોવો જોઇએ, સ્નેહસભર હોવો જોઇએ. આ જાણીએ છીએ છતાં તેમ થઇ શકતું નથી. તેનાં ઘણાં કારણો છે.
એક તો આપણે પૂર્વ ગ્રહો અને માન્તાઓ સાથે સામી વ્યક્તિને જોઇએ છીએ મનમાં માની લીધેલી અનેક કલ્પનાઓ આપણને સરળ કે મીઠાશ ભરેલાં વ્યવહાર મારે કરવો જોઇએ. તો હસીખુશીથી મારી સાથે વાત ન કરે, તો હું શા માટે કરુ ? એમ આપણને લાગે છે.
પરિણામે આપણે આપણાં હ્રદયની સરળતા ગુમાવી દઇએ છીએ. આપણી આંખોમાંથી સ્નેહ સુકાઇ જાય છે. આપણા શબ્દોની મીઠાશ ઓછી થઇ જાત છે. નુકસાન સામી વ્યક્તિને નથી થતું, નુકસાન આપણને થાય છે તેથી જ બીજા પ્રત્યે સારો વ્યવહાર તમારા માટે ઉત્તમ બની રહે છે.

શ્રીમતી ગીતા ડી. શાહ


સમય નથી

દરેક ખુશી છે અહીં લોકો પાસે, પણ હસવા માટે સમય નથી,
દિવસ રાત દોડતી દુનિયામાં, જિંદગી માટે સમય નથી.
માના હાલરડાનો અહેસાસ છે, પણ માને માટે સમય નથી,
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી.
બધા નામ મોબાઇલમાં છે, પણ મિત્રતા માટે સમય નથી,
પારકાઓની શી વાત કરવી, પોતાના માટે પણ સમય નથી.
આંખમાં છે ઊંઘ ઘણીયે, પણ સૂવા માટે સમય નથી,
દિલ છે ગમોથી ભરેલું, પણ સેવાનો સમય નથી.
પૈસાની દોડમાં, એવા દોડ્યા, કે થાકવાનો પણ સમય નથી,
પારકા અહેસાનોની શી કદર કરીએ, જ્યાં પોતાનાં સપનાંની કદર નથી.
તું જ કહે મને અરે, શું થશે આ જિંદગીનું,
દરેક પળે મરવાવાળાને, જીવવા માટે પણ સમય નથી.

શ્રીમતી ગીતા ડી. શાહ