Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Jigar.H.Chauhan

જીગર એચ ચૌહાણ

છત્રપતિ શિવાજી મહારાજ

છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઇ.સ.૧૬૨૭ ના એપ્રિલ માસની ૧૦ મી તારીખે થયો હતો. તેમનાં પિતાજી શાહજી હતા. માતા જીજાબાઇ હતા. શિવાજીના પિતા શાહજી નાનકડી જાગીર સંભાળતા અને મોટા ભાગે લડાઇમાં સમય ગાળતા. આથી શિવાજીનો માતા જીજાબાઇ અને દાદાજી કોંડદેવના સાનિધ્યમાં ઉછેર થયો. શિવાજીના જીવનમાં શૌર્ય, શસ્ત્રોની તાલીમ, સ્વધર્મ પરત્વેનું ગૌરવ, સ્ત્રી સન્માનની ભાવના, નેતૃત્વ, આરોગ્ય જેવા ગુણોથી કૌશલ્યવાન દેહ વગેરે ચારિત્ર્યનું ઘડતર માતા જીજાબાઇ અને દાદાજીએ ઘડ્યું શિવાજીએ તરુણ અવસ્થામાં જ ખૂબ ઉત્સાહથી ઘોડેસવારા, ભાલાફેંક, પટ્ટાબાજી, તરવું, પર્વતારોહણ, મલ્લયુદ્ધ, ભવાની તલવાર ચલાવવાનું કૌશલ્ય શીખ્યું. સ્વામી રામદાસ અને તુકારામ જેવા સંતોનો પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
શિવાજીએ પૂણેની જાગીરની આસપાસ વસતા માવળા જાતિના લોકોને સંગઠિત કરી લશ્કરી તાલીમ આપી ૧૯ વર્ષની વયે વિજયકૂચ કરીને ૧૬૪૪ માં સિંહગઢ, ચકન, તોરણા, પુરંદર, સૂપો, રાજગઢ, ઇન્દાપુર, કોન્ડાણ, જાવલી વગેરે સંખ્યાબંધ કિલ્લો જીતી લીધા. આથી મોગલ સૈન્ય અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. જ્યારે બીજી તરફ શિવાજીને અફઝલખાન છળકપટથી મારી નાંખવા વ્યુહ રચેલો તેમાં વાઘનખથી શિવાજીએ અફઝલખાનને મારી નાખ્યો. આમ મોગલો સામે ખુલ્લો પડકાર ફેંકયો.
ઇ.સ.૧૬૭૪ માં છઠ્ઠી જૂને રાયગઢમાં શિવાજીએ ધામધૂમ પૂર્વક રાજ્યભિષેક મહોત્સવ ઉજવાયો ત્યારથી તેઓ સમગ્ર મહારાષ્ટ્રના "છત્રપતિ" બન્યા. આમ વિવિધ રાજ્યો પોતાના બાહુબળથી અંકુશમાં આણ્યા. ત્યારબાદ જીતાયેલા સમગ્ર પ્રદેશમાં તેમણે અષ્ટાપ્રધાનમંડળના સહકારથી સુંદર વહીવટ કર્યો. જમીનદારી પ્રથા દૂર કરી, હજારો ગરીબોના આશિષ મેળવ્યા.
અત્યંત ઉદાર, સહિષ્ણુ અને માતૃભક્ત છત્રપતિ શિવાજી રાષ્ટ્રનિમાર્ણ, યુગપુરૂષ, સફળ સેનાપતિ, કુશળ અને કાર્યદક્ષ વહીવટકર્તા, હિન્દુ પ્રજાના તારણહાર, વિદેશી મોગલોની સત્તા સામે લાંબા સમય સુધી ઝઝૂમનાર રાજા પ્રજા વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરનાર મરાઠી સત્તાના ઉદય ટાણે ‘સ્વરાજ્ય’ ની સ્થાપનાના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને કોણ નહિ ઓળખતું હોય ?
છત્રપતિ શિવાજી મહારાજને અમારા કોટિ-કોટિ વંદન.