Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - N.C.C.

એન.સી.સી

ગુજરાત બટાલીયન એન.સી.સી. ,વડોદરા.

શ્રી બી.એન.હાઈસ્કૂલ, ચાંદોદમાં ભારત સરકારના સંરક્ષણ વિભાગ તથા ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તથા ૩ – બટાલીયન, એન.સી.સી., વડોદરાના સહકારથી વર્ષ ૨૦૦૭ – ૦૮ માં મંજુરી મળી. આ એન.સી.સી. વિભાગની શુભ શરૂઆત ૩, ગુજરાત બટાલીયન, એન.સી.સી. વડોદરાના કર્નલ આર.ડી.ગૃપ્ત તથા શ્રી આદર્શ કેળવણી મંડળ, ચાંદોદના પ્રમુખ શ્રી ડૉ. પ્રદિપભાઈ આર.શાહના કર કલમોથી તા. ૧૮-૧૦-૨૦૦૭ થી વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સમારંભમાં કેળવણી મંડળના સભ્યો, એન.સી.સી. ઓફિસના કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

એન.સી.સી.ના પ્રથમ વર્ષમાં શાળાના ધોરણ ૮- ૯ ના વિદ્યાર્થીઓમાંથી શારિરીક ક્ષમતા ધરાવતાં વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા. તેમાં ૭૦ વિદ્યાર્થીઓ અને ૩૦ જેટલા વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

સદર એન.સી.સી. ના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં બે પરેડ દરમ્યાન લશ્કરના પી.આઈ.સ્ટાફ દ્વારા શિસ્ત, એકતા અને અનુશાસન તથા અંગ કસરત જેવી તાલીમ આપવામાં આવશે. જેનાથી કેડેટ્સની આગવી છાપ ઉપસી આવે છે.

વર્ષ ૨૦૦૮-૦૯ માં ૨૩ જેટલા નવા વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. એન.સી.સી.ના કેડેટ્સને બે વર્ષના સમયગાળા દરમ્યાન એન.સી.સી. ના ગ્રુપ ઓફિસ દ્વારા વર્ષ દરમ્યાન તાલીમ શિબિરમાં જવાનું હોય છે. જેમાં તેમને લશ્કરીય તાલીમ, શસ્ત્ર તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય દિનની પૂર્વ તાલીમ પણ આપવામાં આવે છે. તા.૧૫-૧૦-૨૦૦૮ ના રોજ તાલીમ શાળાનાં ૪૬ કડેટ્સે ભાગ લીધો હતો. જેમાં ૧૫ જેટલી વિદ્યાર્થીનીઓ અને બાકીના ૩૧ જેટલા વિદ્યાર્થીઓ છે. જે તાલીમ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. તેઓને શિબિરના અંતે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

એન.સી.સી. ના બે વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને બે વર્ષ ને અંતે તેની ‘અ’ પ્રમાણપત્ર પરીક્ષા લેવામાં આવે છે. ‘અ’ પ્રમાણપત્ર પરીક્ષા માટે શાળા કક્ષાએ થતી પરેડમાં ૯૦% હાજરી તથા એક ‘તાલીમ શિબિર’ માં ભાગ લેવો ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓ ‘અ’ પ્રમાણપત્ર મેળવે છે. તેવી વિદ્યાર્થીઓને આગળ ઉચ્ચ અભ્યાસના પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવે છે. તેમજ સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં પણ એન.સી.સી. પ્રમાણ પત્ર ધારકો માટે અનામત હોય છે.

એન.સી.સી નો કેડેટ્સ કોઇ પણ પ્રકારની તાલીમ કે અન્ય પ્રકારની પ્રવૃત્તિમાં જાય છે તેમાં તમામ ખર્ચ સરકારનો હોય છે.
આમ, આ એન.સી.સી. વિભાગ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલતો અને શાળા તથા કોલેજ કક્ષાએ વિદ્યાર્થીને લશ્કરની પ્રાથમિક કક્ષાની તાલીમ મળી રહે તે તેનો મુખ્ય હેતું છે.