Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Nirav.M.vyas

નિરવ એમ.વ્યાસ

હું અને મારી શાળા

હું નીરવ મનીષભાઇ વ્યાસ હાલ આદર્શ કેળવણી મંડળ સંચાલીત શ્રી ભગવતાચાર્ય નારાયણાચાર્ય હાઇસ્કૂલના ધો-૧૦ માં અભ્યાસ કરૂ છું. સામાન્ય રીતે સરકારની સહાય દ્વારા ચાલતી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પર અભ્યાસ માટે પુરતુ ધ્યાન આપવામાં આવતું નથી હોતું એવી છાપ જનમાનસ પર ઉભી થઇ છે. ત્યારે આજે મારી સ્કૂલ વિશે મારા પોતાનો મત રજુ કરી રહ્યો છું.
હું એક થી ચાર ધોરણનો અભ્યાસ ચાંદોદની જ સરકારી પ્રાથમિક કુમાર શાળામાં કરી ચુક્યો છું. હું જયારે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ અહીથી થોડા અંતરે એક સુપ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા સારી સ્કૂલ ખોલવામાં આવી અને તેમા ઊંચી ફી લઇ સારામાં સારુ શિક્ષણ અપાશેની જાહેરાતો થઇ તેમાય ચાંદોદ ગામમાં બધાને એમ હતું કે ખરેખર પોતાના બાળકને આવી ઊંચી ફી લઇ અભ્યાસ કરાવતી સ્કૂલો કે જેની બસ પણ અહી વિદ્યાર્થીઓને લેવા આવતી હોય આવી સ્કૂલમાં અભ્યાસ કરાવવાથી સારૂં કેરીયર બને બસ પણ અહી વિદ્યાર્થીઓને લેવા આવતી હોય એવી સ્કૂલમાં અભ્યાસ કરાવવાથી સારૂં કેરીયર બને બસ આજ આશયથી મારા પિતાએ પણ મને ધો-૫ થી આ સ્કૂલમાં ઊંચી ફી ભરીને અભ્યાસ કરવા મોકલ્યો શરૂમાં એકાદ-બે વર્ષ ઘણું સારૂ ચાલ્યું પરંતુ પછી દર છ-છ માસે વિષયવાર શિક્ષકો બદલાઇ જવાથી આની સીધી અસર મારા અભ્યાસ પર પડી ઉત્તરોત્ત હું અભ્યાસમાં પાછો પડતો ગયો ત્યારે ધો-૮ પછી ધો-૯ માં મારા પિતાએ મારૂ નામ શ્રી બી.એન. હાઇસ્કૂલમાં દાખલ કરાવ્યું, યોગાનું યોગ આ વર્ષે આદર્શ કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રદીપભાઇ શાહ હતા જે આજે પણ છે. મારા આ સ્કૂલના પ્રથમ દિવસથી જ મારા કુમળા માનસે હું પહેલા જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાંની અહીંની પરિસ્થિતિનું અવલોકન કરવાનું ચાલુ કર્યું અને ખરેખર આજે દોઢ વર્ષ પછીના મારા અભ્યાસના અનુભવ પરથી એટલું તો જરૂરથી કહીશ કે મારી આ સ્કૂલ પેલી ઊંચી નામ ધરાવતી સ્કૂલ કરતાતો લાખ દરજ્જે સારી છે. કારણ પેલી માટી સ્કૂલમાં પ્રિન્સિપાલને મળવું હોય તો મળી શકાતું ન હતું, જયારે મારી આ સ્કૂલમાં અમારા પ્રિન્સિપાલ શ્રી યોગેશ શિરસાઠ સાહેબ દરેક બાળકો સાથે ઘરોબો કેળવી વ્યક્તિગત બાળકોના અભ્યાસમાં રસ લઇ ખૂબ જ ઉત્સાહથી બાળકોને દોરવણી આપી રહ્યા છે. શિક્ષકો બાબતે વાત કરૂં તો ખરેખર દોઢ વર્ષ આ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ આજે વાસ્તવમાં દોઢ વર્ષ પહેલાના મારા અભ્યાસમાં અને આજના અભ્યાસમાં મારામાં ઘણો બધો સુધારો થયો છે. જ્યારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ મારી સ્કૂલ રાસ, ગરબા, નિબંધ, વાર્તા જેવી પ્રવૃત્તિમાં રાજ્યભરમાં નામના મેળવી રહી છે જયારે તરણ, ખો-ખો, કબ્બડ્ડી, જેવી રમત સ્પર્ધાઓમાં પણ રાજ્ય સ્તરે નોંધપાત્ર કાઠું કાઢયું છે.
ભાવિષ્યમાં ધો-૧૧,૧૨ સાયન્સના વર્ગો શરૂ કરી એનો ચાંદોદ તથા આજુબાજુનાં નાના ગામોના વિદ્યાર્થીઓને સીધો લાભ મળે તે બાબત ના સંનિષ્ઠ પ્રયાસો આદર્શ કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રદીપભાઇ શાહ અને તેમની વહીવટી ટીમ દ્વારા અત્યારથી જ અમારા માનનીય પ્રિન્સિપાલ શ્રી શિરસાઠ સાહેબના સહકારથી ચાલુ કરી દીધો છે.
મારો આ દોઢ વર્ષનો અનુભવ લખવા પાછળનું મુખ્ય કારણ તો લોકમાનસમાં સરકારી સહાય મેળવી ચલાવવામાં આવતી શાળાઓમાં શિક્ષણનું સ્તર નીચું હોય તેવી માન્યતાનું ખંડન કરવાનું જ છે.
ખરેખર યોગ્ય વહીવટ કર્તા ઉત્સાહી પ્રન્સિપાલ અને ઉમંગી શિક્ષકો હોય તો આજના જમાનામાં મારી શાળા જેવી શાળાઓમાં શિક્ષણ સારું હોય અને ખરેખર મને અભિયાન છે કે હું આ શાળાનો વિદ્યાર્થી છું.