Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - P.D.Parmar

પી.ડી.પરમાર

શાળાની પ્રીત

શાળાએ પવિત્ર જ્ઞાન મંદિર છે. શાળામાં કાર્ય કરનાર માનવીય શુભ ચિંતકો મંદિરના પુજારીઓ છે અને શાળામાં આવનાર વિદ્યાર્થીઓ ભક્તો છે.
શાળામાં આદાન-પ્રદાન થતાં શિક્ષણરૂપી ભજનો દ્વારા બાળભક્તો પોતાનું 'જીવન કવચ' ઉજ્જવળ બનાવે અને શાળા દ્વારા પોતાના જીવનનો પાયો મજબુત બનાવી દેશ માટે, સમાજ માટે અને રાષ્ટ્ર માટે ઉન્નતિના કાર્યોમાં વળગી રહે. શાળાની પ્રગતિએ દેશની પ્રગતિ છે. શાળામાં શિક્ષણ દ્વારા માણસ ઉગાડવાની પ્રક્રિયા થાય છે, જે બાળક માટે આર્શીવાદ રૂપ બને છે. બાળકનું સારુ પરિણામ મેળવી ઉભય પક્ષે આનંદ માણવો એ એક લ્હાવો તો છે જ પરંતુ તેના જીવનમાં કયા માર્ગે જવા માટે તૈયારી દર્શાવી રહ્યો છે, કેટલી અને કેવી પ્રગતિ કરશે તે જોવાની જવાબદારી શાળા અને વાલીની છે. એટલે જ શાળામાં આપવામાં આવેલી પ્રીત બાળકના જીવનમાં પ્રગતિ અર્પે છે. બાળ હમેંશા શાળામાં આવવા હઠ કરે છે. અને શાળાએથી દૂર જવા નારાજગી દર્શાવે તેજ ઉત્તમ અને આદર્શ શાળાની ખરી નિશાની છે. બાળકને વિદ્યા પ્રદાન કરવામાં સાચા શિક્ષકને જે આનંદ આવે છે. તે આનંદ કદાચ બીજે કયાંય થી મળતો નથી.