Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Pradeep r shah M.D.

પ્રદીપ આર શાહ એમ.ડી.

ટ્રસ્ટનાં પ્રમુખશ્રી તરફથી મળેલો સંદેશો

અમારી સંસ્થાશ્રી આદર્શ કેળવણી મંડળ, ચાંદોદ આજે ૫૩ વર્ષ મંજિલ કાપીને આદર્શોને મૂર્તિમંત કરતાં રહ્યા છે. અમારા વડીલ સ્વ.શ્રી પૂજય દત્તુદાદા એ ખૂબ જ પ્રયત્નો નિષ્ઠા,પુરૂષાર્થ, પ્રમાણિકતા અને જાતે પોતાના તન મન અને ધનથી ગ્રામ્ય કેળવણીના ક્ષેત્રે એક નવો ચીલો પાડીને આજે આ સંસ્થાને ઉચ્ચકોટીના સ્તર ઉપર મુકી છે. ખૂબ જ નમ્રભાવથી આ મહાન વ્યકિતના આદર્શો અને અભિલાષાઓને આગળ એમના જ દર્શાવેલા માર્ગે આગળ લઈ જવાની જવાબદારી મારાં ઉપર બધા જ ગ્રામજનોનાં આગ્રહથી આવી છે. મારી પ્રભુની અસીમકૃપાથી અમારી વચ્ચે છે. અને અમને બધાને એમની છત્રછાયાની હુંફ છે.

નાત-જાત, ધર્મ – કર્મે, અમીર- ગરીબ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ચાંદોદ અને તેની આસપાસ બાળકોને ઉચ્ચ શિક્ષણ ગ્રામ્યવિસ્તારની પ્રજાને પોસાઈ શકે એવી કિંમતે આપવું.
આર્થિક રીતે ખૂબ જ પછાત હોય તેવા મા –બાપના બાળકોને પણ સારા શિક્ષણની તક સુલભ બને.

અમારું કેન્દ્રસ્થાન છે “બાળકો” બધી જ પ્રવૃત્તિઓ બાળકોનાં સર્વાગી વિકાસ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને કરવી.
કન્યા કેળવણી ઉપર વિશેષ ધ્યાન આપવું.
વિકાસનો ખર્ચ સદગૃહસ્થો અને સામાજીક સંસ્થા તરીકે જે દાન અને સહાય મળે તેનાથી કરવો. એડમીશન માટે કદી ડોનેશન લેવું નહીં. અને વધુમાં નાણાં ઉભા કરવા માટે અનૈતિક રસ્તાઓ કદી અપનાવવા નહિં.

કેળવણીનું આધુનિકરણ કમ્પ્યુટર અને આજના જમાનાના નવા શિક્ષાના સાધનો જેવા કે સેટેલાઈટ કમ્યુનિકેશનનો ઉપયોગ કરવો. વિજ્ઞાન અને ટેકનોલોજીની દિશાનાં ગ્રામ્ય કેળવણીને વાળવી જેથી ૨૧મી સદીને પર્યાપ્ત શિક્ષણ અમારા બાળકોને મળે.

આ દિશામાં અમારે ઘણું રોકાણ અને પ્રયત્નો કરવાના છે. અમારા એનઆરઆઈ દાનવીરો, સરકારશ્રીનો સહકાર, ગામની પ્રજાનો ફુલ નહિ તો ફુલની પાંદડીના ન્યાયે આપેલા દાનની જરૂર છે. અમારૂં લાંબા ગાળાનું ધ્યેય છે.