Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Rajesvari.N.Patel

રાજેશ્વરી.એન.પટેલ

વિજ્ઞાન એટલે સત્ય જ્ઞાન માટે હંમેશા પ્રબળ તથા અચળ સંશયવાદ અનિવાર્ય છે. કારણ એ જ કે આપણા પ્રવર્તમાન ખ્યાલોમાં ખોટા ખ્યાલોનું પ્રમાણ પ્રચંડ છે. એથી જો ઘઉં અને ફોતરાને જુદા પાડવાના હોય તો સંશયપ્રધાન પ્રયોગ તથા પૃથ્થકરણ આવશ્યક બની રહે છે. જો તમે સાવ ભોળા ભટાક હો અને તમારામાં લેશમાત્ર પણ સંશયાત્મક વૃત્તિ ન હોય તો જીવનોપયોગી વિચારો અને અર્થહીન ખ્યાલો વચ્ચેનો ભેદ તમે કદાપી ન પારખી શકો. વિચારો તો ઘણાય પરસ્પર વિરોધી હોય છે. એટલે સંશપ્ર ચકાસણી દ્વારાજ સારાનરસા વિચારો પરત્વે, નિર્ણય પર આવી શકાય, કારણ કે અમુક વિચારો નિઃશંક ઇતર કરતાં વધુ લાભકારક તથા સત્યમુલક હોય છે.
વિજ્ઞાન અને સામાજીક પ્રગતિને સીધો સંબંધ છે, વિજ્ઞાનનાં રહસ્યોએ જીવનમાં તમામાક્ષેત્રો કેળવણી, તંદુરસ્તી અને આરોગ્ય, વાહન વ્યવહાર, જાહેર સંપર્કના સાધનો માધ્યમો, પહેરવેશ અને મનોરંજન વગેરેમાં અનેક પ્રકારની સગવડો તેમજ સુવિધાઓ બજાવી, તો તેથી સમગ્ર પણે વૈયક્તિક તેમજ સામાજીક જીવન ઊંચા ધોરણો અને ગુણવત્તાવાળું બન્યું છે.
‘વિજ્ઞાન આજે માનવીને શારીરિકશ્રમની મજુરી-ગુલામી માંથી મુકત બનાવ્યો છે. અબ્રાહમ લિંકને તો અમેરિકામાં માત્ર કાળી ગુલામી માંથી છોડવી. જયારે વિજ્ઞાને તો સમગ્ર માનવજાતને જીંદગીના ઘસડબોળમાંથી મુક્તિ અપાવી છે. વિજ્ઞાનથી સમાજની ઉર્ધ્વગતિ વિકાસ જ થાય છે.’