Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Student view

બાળકોની કલમેથી

વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ

રૂડી ને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે,
હાં-સુંદર ને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે,
એ તો મારા હૈયામાં બહુ હરખાય રે............રૂડી ને રંગીલી રે...........
(૧) સ્વાગત કરે છે સૌનું પ્રવેશ દ્વારમાં,
આવકારે આદરથી સૌને યાત્રાના ધામમાં,
એતો મારા ઉરના આનંદે ઉભરાય રે,
હાં-રૂડીને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે.
(૨) ઉત્તમ શિક્ષાનું જ્ઞાન શિષ્યોને ધરાય છે,
વિકસતી કલાઓનું રસપાન કરાય છે,
હાં-રૂડીને રંગીલી રે,
વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે.
(૩) ઉમદા શિક્ષકો સહુને પ્રેમે ભણાવે છે,
સંસ્કાર સિંચી શિષ્યોને ગુણીયલ બનાવે છે,
એ તો મારા નર્મદા ક્ષેત્રે વખણાય રે,
હાં-રૂડીને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે.
(૪) ભાગવતાચાર્ય નારાયણાચાર્ય નામની,
ખ્યાતિ પાંગરશે જગમાં વિદ્યાના ધામની,
એ તો મારા સ્મરણ પટે સંભળાય રે !
હાં-રૂડીને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે.
(૫) ગરવા શિષ્યોની તું તો તારણહાર થાય છે,
આશાના અમૃતભર્યા પ્યાલા સૌને પાય છે,
એ તો મારા દિલના દરિયામાં સમાય રે,
હાં-રૂડીને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે.
(૬) દિપક તેનાકર તારા ચરણો પખાળતો,
બાળક તેનાકર તારા ચરણો માં રચતો,
હે શારદા મોરી, જીવન નૈયાને તારજો રે,
હાં-રૂડીને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે.
હાં-રૂડીને રંગીલી રે, વ્હાલી મારી બી.એન. હાઇસ્કૂલ રે.

દીપક પી.તેનાકર