Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Teachers view

ડી.બી.વજીર

પવિત્ર માઁ નર્મદાજીના કિનારે આવેલ ચાંદોદ ગામમાં શ્રી આદર્શ કેળવણી મંડળ, ચાંદોદ છેલ્લા ૫૮ વર્ષથી શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરી રહ્યું છે.
સંસ્થા દ્વારા તેના – સુવર્ણજયંતી – મહોત્સવની ઉજવણી શાળાના પટાંગણમાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં ભારે ઉલ્લાસ પૂર્વક વર્ષ ૨૦૦૬ માં કરવામાં આવી હતી અને તે સમયે સંસ્થા દ્વારા "સુવર્ણ જયંતી" સ્મૃતિ અંક "રેવા લહરી" નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થાનું વિઝન હતું કે સમયાંતરે સંસ્થાનો અંક પ્રકાશિત કરવો. અને તેના ભાગરૂપે આ ત્રિ-વાર્ષિક સ્મૃતિ અંક પ્રકાશિત થઇ રહ્યો છે ત્યારે અંતઃકરણથી આનંદની લાગણી અનુભવુ છું.
સંસ્થા સંચાલિત શ્રી બી.એન.હાઇસ્કૂલ, ચાંદોદનાં જાહેર પરીક્ષાના પરીણામો પણ ઉત્તરોત્તર ઘણાં સારા આવે છે. તેમજ શઆળામાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે એન.સી.સી., એન.એસ.એસ., ઇકો કલબ, કેરીયર કોર્નર, વિજ્ઞાન કલબ વિગેરે ચલાવવામાં આવે છે. આ ઉપરાંત બાહ્ય પરીક્ષાઓ જેવી કે ચિત્રકળા, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તી વિગેરેમાં પણ શાળાના બાળકો ભાગ લે છે.
રમત-ગમત ક્ષેત્રે મેરેથોન દોડ, તરણસ્પર્ધા, જીમ્નાસ્ટીક, કુસ્તીમાં શાળાના બાળકો ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. તદ્દઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાએ યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં પણ શાળાના બાળકો સારૂ પ્રદર્શન કરે છે. રાજ્ય ગરબા સ્પર્ધા, તરણ સ્પર્ધાઓમાં પણ શાળાના બાળકો પ્રદર્શન કરી આવેલ છે. સંસ્થાની અદ્યતન કમ્પ્યુટર લેબમાં શાળાના બાળકોને કમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે. શાળાના બાળકો અને વિજ્ઞાન શિક્ષક દ્વારા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર વિજ્ઞાન પ્રોજેકટ હરીફાઇમાં પણ ભાગ લેવામાં આવે છે.
પગલે પગલે પાંગરતી વિકાસ વિદ્યાલય અગમ-નિગમના ખ્યાલ સાથે શ્રી આદર્શ કેળવણી મંડળ, ચાંદોદ તેના આદર્શ પૂર્ણ કરવાના ભાગરૂપે સંચાલિત સંસ્થાઓ (૧) શ્રી બી.એન.હાઇસ્કૂલ-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ (૨) શ્રી બી.એન.હાઇસ્કૂલ પ્રાથમિક વિભાગ (૩) શ્રી આદર્શ પ્રાથમિક શાળા ધો. ૧ થી ૪ (૪) શ્રી બઇજી પ્રતામ કુંવરબા બાલમંદિર નાં "ત્રિવાર્ષિક-સ્મૃતિ અંક" પ્રકાશન કરી રહ્યું છે, જે સૌને ઉપયોગી બનશે એવી શ્રધ્ધા છે.

ડી.બી.વજીર,
હેડ કલાર્ક, શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદ