Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Varan Miya Chaya

વરણામિયા છાયા

હસવાની કળા

હાસ્ય એક ઉત્તમ ઔષધ છે. હાસ્ય એક સારી કસરત પણ છે.
જીવનના માર્ગ પર હંમેશા ફુલો વેરાયેલાં હોતા નથી. આ માર્ગ પર ક્યારેક કાંટા પર ચાલવાનો પણ વખત આવે છે. આધુનિક યુગમાં મનુષ્યનું અનેક પ્રશ્નો મૂંઝવતા રહે છે. આથી તે સતત તાણ અનુભવે છે. સમ્યાઓથી ભરેલા જીવનમાં, તાણમાંથી રાહત મેળવવાનો સરણ અને શ્રેષ્ઠ ઉપાય હાસ્ય છે.
નિષ્ણાંત ડોકટરોના મત પ્રમાણે મોટા ભાગના રોગી આપણા ના દુરસ્ત મનના કારણે થતા હોય છે. મન અસ્વસ્થ હો તો તેની શરીર પર માઠી અસર થાય છે. ખડખડાટ હસવાથી આપણા ફેફસાંમા ઘણો પ્રાણવાયુ જાય છે. અને શરીર તંદુરસ્ત રહે છે. ચિંતાના કારણે સ્વભાવ ચીડિયો સ્વભાવ કોઇને ગમતો નથી. જ્યારે હાસ્ય વેરતો ચહેરો સૌને ગમે છે. તે પોતાનું કામ સરળતાથી પાર પાડી શકે છે. હસમુખા સ્વભાવની માનવી ગમે તેવી આફતને સ્વસ્થ રહી શકે છે. અને આફત માંથી ઉગારવાનો માર્ગ શોધી શકે છે. ટી.વી. પર પણ ઘણા હાસ્યના કાર્યક્રમો વધારે લોકપ્રિય થતા હોય છે.
આપણા જીવનમાંથી હાસ્ય વિલાઇ જાય તો આપણું જીવન નીરસ બની જાય. નીરસ જીવન આપણા માટે અને બીજા માટે પણ બોજારૂપ બની જાય, આપણા જીવનમાંથી હાસ્ય વિલાઇ ન જાય એનું આપણે ધ્યાન રાખવું જોઇએ. ગમે તેવી પરિસ્થિતીમાં આપણે સ્વસ્થ રહેતા શીખવું જોઇએ. ‘ઇશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે.’ એવો દ્રઢ વિશ્વાસ રાખવો જોઇએ. તો જ આપણું હાસ્ય વિલાઇ જતું અટકશે.
આપણે કોઇની મજાક કરીને કે તેને ઉતારી પાડીને કે તેના દિલની લાગણી દુભાય તેવું વર્તન કરીને હસવું ન જોઇએ કે ન કોઇને હસાવવા જોઇએ. આપણું હાસ્ય હંમેશા નિખાલસ, જોઇ ડંખ વિનાનું અને નરવું હોવું જાઇએ.
આપણે આપણી જાત પર પણ હસી લેતા શીખવું જોઇએ. મહાન હાસ્ય લેખક જયોતીન્દ્ર દવે પોતાની જાત પર હસી લેતા, મહાન કલાકાર ચાર્લી ચેપ્લીન પોતાની જાત પર હસી લેતા હતા. આથી જ આવા લોકો લોકપ્રિય બન્યા હતા.
આપણે જીવનમાં હસવાની કળા હસ્તગત કરી પરંતુ તેની સાથે આપણે નીચેની પંક્તિ યાદ રાખવી જોઇએ કે...........
‘‘હસો હસો સમય છે હજી લ્યો હસી,
પરંતુ હસવા સમી ના બનાવશો જિંદગી.’’