Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - aboutus

શાળા વિશે

પવિત્ર નર્મદાતટે આવેલ ચાંદોદ એક યાત્રાધામ તરીકે સમગ્ર ભારતવર્ષમાં પ્રસિધ્ધ છે. આ યાત્રાધામમાં શ્રી આદર્શ કેળવણી મંડળ, છેલ્લા ૫૫ વર્ષથી શિક્ષણના વિકાસ માટે સક્રિય છે. શ્રી આદર્શ કેળવણી મંડળની સ્થાપના સને ૧૯૫૩ માં થઇ અને તારીખ. ૭-૬-૧૯૫૪ ના રોજ ૫ થી ૯ ધોરણની અંગ્રેજી શાળાનો વહીવટ સરકાશ્રી પાસેથી સંસ્થાએ લીધો. આ વખતે માત્ર ૬૪ વિદ્યાર્થીઓની જ સંખ્યા હતી. ૧૯૫૩ ની સાલ અને માત્ર ૫૩ વિદ્યાર્થીઓ અને ૧૧ વિદ્યાર્થીઓ ?

આજે ૨૦૦૯-૧૦ ની સાલમાં પ્લેસેન્ટર, જુનિયર-સીનીયર કે.જી., પ્રાયમરી સેકશન, પોષ્ટ પ્રાયમરી સેકશન, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેકશનમાં કુલ ૧૩૨૫ જેટલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી.બી.એન.હાઇસ્કૂલ, ચાંદોદ-બાલજી મંદિરના આદ્યપીઠાધીશ ૧૦૦૮ શ્રી ભાગવતાચાર્ય નારાયણાચાર્યના શુભનામથી જોડાયેલ છે. આ સંતો નાં આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પૂ.ડોંગરે મહારાજશ્રી તથા અન્ય સંતો, દાતાઓના સહયોગ દ્વાર સંસ્થાએ અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ તેમજ ભૌતિક સુવિધાઓ વાળા મકાનો તૈયાર કર્યા છે.

શ્રી આદર્શ કેળવણી મંડળ સંપૂર્ણ પણે પબ્લીક ટ્રસ્ટ છે. એનો પારદર્શક વહીવટ અને શિક્ષણનાં ઊંચા આદર્શોનાં પાલન માટે જાણીતું છે. ચાંદોદ અને આજુબાજુના ગામની પ્રજા તથા ભારતનાં શહેરોમાં તથા વિદેશોમાં વસેલા એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાનાં વિકાસ માટે કટિબધ્ધ છે.
શ્રી આદર્શ કેળવણી મંડળ, ચાંદોદનાં આદ્યસ્થાપક સ્વ.શ્રી નરેન્દ્રસિંહજી આર.મહિડાએ, સ્વ.શ્રી ભોગીલાલ સી.ભટ્ટ, સ્વ.શ્રી ગોવિંદલાલ સી. શાહ અને શ્રી વિઠ્ઠલદાસ સી. શાહનાં સહયોગથી સંસ્થાના બીજ રોપ્યા અને ચાંદોદ મુકામે શિક્ષણ સંસ્થાનો પાયો નાખ્યો અને સર્વેનાં અનુમોદનથી સને ૧૯૫૪ માં પરમ પૂજ્ય શ્રી દત્તુદાદાએ આ સંસ્થાનો વિધિવત્ કારોબાર સંભાળ્યો.

પૂજ્ય દત્તુદાદાએ પ્રમુખપદ સંભાળ્યું ત્યારે તેમની સામે વધતી જતી વિદ્યાર્થી સંખ્યા અને વધતા જતા વર્ગો માટે જ સૌ પ્રથમ બાલાજી મંદિરનાં ટ્ર્સ્ટીઓનો સહકાર પ્રાપ્ત કરી “શ્રી ભાગવતાચાર્ય નારાયણાચાર્ય હાઇસ્કૂલ” નામ આપવાની શરતે ઉદારદાન પ્રાપ્ત કર્યું. તે સમયે શ્રી રમણીકલાલ શેઠના સહયોગથી તદન સારી હાલતમાં એક તૈયાર મકાન ખરીદવામાં આવ્યું. શ્રી બી.એન.હાઇસ્કૂલનો ઉત્તરોત્તર વિકાસ થવા લાગ્યો. અને સંસ્થાએ શાળા માટે એક અદ્યતન મકાન બાંધવાનો નિર્ણય કર્યો અને તેને આગળ ધપાવવા પૂજનીય ભાસ્કર દાદાએ સંસ્થાની પ્રગતિ માટે અથાગ પરિશ્રમથી સંસ્થાનાં કાયમી ભંડોળમાં વૃધ્ધિ કરવા ઉપરાંત સંસ્થા વર્તમાન શિક્ષણ સાથે તાલ મિલાવી શકે તેવા પ્રયત્નો આદર્યા.
સંસ્થાએ વર્ષ ૨૦૦૬ માં સુવર્ણ જયંતી મહોત્સવ સમયે “રેવા લહરી” સ્મૃતિ અંકનું વિમોચન કર્યું. અને સંસ્થાના સુવર્ણ જયંતી વર્ષ પછી-ત્રિ વાર્ષિક સ્મૃતિ અંક બહાર પાડવાનું આયોજન વિચાર્યું અને તેના અનુસંધાને આ ત્રિ-વાર્ષિય-સ્મૃતિ અંક-આપ સૌ સમક્ષ રજૂ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.

વિઝન

(૧) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામો લાવવાના સઘન પ્રયાસો, વ્યક્તિગત વિદ્યાર્થી સિદ્ધિ મેળવી રાજ્ય બોર્ડમાં ક્રમાંક લાવે એવા સંનિષ્ઠ પ્રયત્નો દ્વારા આયોજન.
(૨) કમ્પ્યુટર તાલીસથી સજ્જ શિક્ષકગણ.
(૩) આદર્શ કેળવણી મંડળ સંસ્થા-સંકુલની સ્થિરતા માટે વિકાસ લક્ષી પ્રયત્નો.
(૪) વિજ્ઞાન-વર્તુળની પુનઃ કામગીરીનો પ્રારંભ.
(૫) સાંસ્કૃતિક પ્રવૃતિઓના માધ્યમથી શાળાનું ગૌરવ વધે એવી પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થીઓની આગવી પ્રતિભા પ્રગટ થાય એ માટેનું પ્રોત્સાહન પુરૂ પાડવું તરણ સ્પર્ધા, એથ્લેટીક્સ, સાહિત્ય-સંગીત, કલાજગત વગેરે ક્ષેત્રોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું નામ રોશન કરવું.
(૬) આદર્શ કેળવણી મંડળ દ્વારા “સ્વર્ણ જયંતિ વર્ષ મહોત્સવ”ઉજવણી આયોજન-“રેવા લહરી” અંકનું પ્રાગટ્ય.
(૭) બાળકોમાં પ્રમાણિકતા, નૈતિકતા, રાષ્ટ્રપ્રેમ, વિશ્વબંધુત્વ જેવા નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે માટેના સક્રીય પ્રયત્નો કરવા.
(૮) પ્રતિ વર્ષ શાળાનો હસ્તલિખિત અંક પ્રકાશિત કરવો.