Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના)

-

વર્ષ 99-2000 થી ત્રણ વર્ષ માંટે પ્રોગ્રામ ઓફિસર તરીકેની સેવા બજાવેલ છે, તેમાં પણ શિબિરાર્થીઓને સારી એવી સમાજસેવાની ભાવના કેળવેલ છે. તથા સમાજના કાર્યો કરવાની પ્રેરણા પૂરી પાડેલ છે. ગ્રામ સફાઇ, નાટક ગરબા, અંધશ્રધ્ધા નિવારણ, રમતગમત તથા લોકસંપર્ક જેવા પ્રોગ્રામો કરી બાળકોને પ્રોત્સાહિત કરેલ છે.

(૧) નિયમિત પ્રવૃતિ
નિયમિત પ્રવૃતિ અંતર્ગત શાળાના કુલ 50 સ્વંય સેવકો દ્વારા પ્રતિવર્ષ શાળાસફાઇ, ગ્રામસફાઇ, વ્યસનમુક્તિ અંગેના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં કારકિર્દી અંગેની જાગૃતિ આવે તેવા આશયથી કારકિર્દી સેમિનાર, વૃક્ષારોપણ જેવી પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે.
(૨) ખાસ પ્રવૃતિ
ખાસ પ્રવૃતિ અંતર્ગત શાળાના એન.એસ.એસ.ના 25 સ્વયંસેવકો તથા પ્રોગામ ઓફીસર શાળા સિવાય અન્ય ગામમાં દશ દિવસીય ખાસ શિબિર નું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે. આ દશ દિવસીય ખાસ શિબિરમાં સ્વંયસેવકોમાં શિસ્ત, દેશભાવના, તથા સમાજસેવાની ભાવના પ્રગટે તેવી કાર્યપ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત વૃક્ષરંગકામ, વૃક્ષ જતન, ગ્રામસફાઇ, રસ્તા રીપેરીંગકામ, નિરક્ષરતા, વ્યસનમુક્તિ અંગેના નાટકો વગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.
વર્ષ 2002 થી એન.એસ.એસ.ના પ્રો. ઓફિસર દરીકેનું કાર્ય બજાવું છું આ પ્રવૃતિ બે વિભાગમાં વહેંચવામાં આવેલી છે.
રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ શ્રી બી.એન.હાઈસ્કૂલ, ચાંદોદમાં વર્ષ ૧૯૯૮ – ૯૯ થી શરૂ કરવામાં આવેલ છે. અને પ્રતિવર્ષ આ પ્રવૃત્તિ હેઠળ ‘૫૦’ સ્વયંસેવકો જોડાઈને પ્રવૃત્તિને આગળ ધપાવે છે.
રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S)ની પ્રવૃત્તિઓ બે વિભાગમાં વહેચાયેલી છે. (૧) નિયમિત પ્રવૃત્તિ (૨) ખાસ શિબિર (પ્રવૃત્તિ)
નિયમિત પ્રવૃત્તિ અંર્તગત સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાના સ્વયંસેવકો તથા ડૉ.ઓફિસરના માર્ગદર્શનથી જુદી જુદી સામાજીક પ્રવૃત્તિઓ કરવાની હોય છે. તંદુપરાંત શાળામાં રાષ્ટ્રીય તહેવારો, સેમિનાર,પ્રદર્શન, વૃક્ષારોપણ વગેરેનું પણ આયોજન કરવાનું હોય છે.
ખાસ પ્રવૃત્તિમાં શાળાના એન.એસ.એસ.ના કુલ ‘૨૫’ સ્વયંસેવક તથા પ્રો.ઓફિસર દ્વારા આસપાસના કોઈ ગામમાં ‘દશ દિવસીય’ નિવાસી શિબિરનું આયોજન કરવામાં આવે છે. દશ દિવસીય શિબિર દરમિયાન સ્વયંસેવકો, ગામ લોકોનો સંપર્ક કરે, ગ્રામ સફાઈ કરે, વિવિધ સર્વે કરે, સમાજજીવન, સમૂહજીવન અને જીવન ઘડતરના ગુણો કેળવે તથા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં વ્યસનમુકિત, અંધશ્રધ્ધા, સામાજીક કુરિવાજો સામે સંદેશ પહોંચાડવાનું કામ કરે છે.
શ્રી બી.એન .હાઈસ્કૂલ, ચાંદોદના એન.એસ.એસ.યુનિટ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે. જેની વિસ્તુત રૂપરેખા નીચે મુજબ છે.
વર્ષ ૨૦૦૫ – ૦૬
શાળામાં તથા પ્રા.શાળા તેમજ શાળાની પાછળ આવેલી તળેટીમાં આશરે ૭૦૦ જેટલા વિવિધ રોપાઓ લાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.જેમાં વાંસ, આમળાં, શરૂ, આસોપાલવ, ગુલમહોર, જાંબુડી જેવા વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા.
શાળાનાં વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકોમાં વ્યસનમુકિત અંગે જાગૃતિ આવે તેવા આશયથી વ્યસનમુકિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
૧૫ મી ઓગષ્ટ તથા ૨૬ મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવી.
‘જાગૃત ગ્રાહક સુરક્ષા’ રેલીમાં (N.S.S.) સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ રેલીને સફળ બનાવી.
ખાસ શિબિર વર્ષ ૨૦૦૫ – ૦૬
વર્ષ ૨૦૦૫- ૦૬ ની ખાસ શિબિરનું સ્થળ“સતીષાણા” રાખવમાં આવ્યું હતું.
ગ્રામ સફાઈ, શેરી સફાઈ, વૃક્ષોનું રંગકામ, વૃક્ષજતન, શેરીસુશોભન, ભીંતસૂત્રો જેવા સચનાત્મક કાર્યો કરવામાં આવ્યાં.
રકતપિત્ત નિવારણ શાખા દ્વારા ગ્રામજનો, સ્વયંસેવકોને ‘રકતપિત્ત’ રોગની જાણકારી આપવી તથા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત રાજય માહિતી ખાતા દ્વારા ગ્રામજનોમાં તથા સ્વયંસેવકોમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે હેતુથી “ક્રાંતિવીર” ફિલ્મ દર્શાવવમાં આવી.
નાટક,ભજન, એકપાત્રીય અભિનય દ્વારા રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાની ભાવના ગ્રામજનોમાં પ્રસરે તે હેતુથી સાંસ્કૃતિક ક્રાર્યક્મ દર્શાવવામાં આવ્યો.
વર્ષ ૨૦૦૬ -૦૭ નિયમિત પ્રવૃત્તિ
ગુજરાત રાજય દ્વારા ઉજવાયેલા “વીરાંજલી વન મહોત્સવ” પ્રસંગે રાષ્ટ્રીય સેવા યોજનાના યુનિટ દ્વારા ડભોઈની નર્સરીમાંથી આશરે ૭૦૦ જેટલા વિવિધ રોપાઓ લાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા ૧૮૫૭ના શહીદોને મીણબત્તીઓ પ્રગટાવી અંજલી આપવામાં આવી.
“વીરાંજલી મહોત્સવ” માં વૃક્ષારોપણ દરમિયાન આ.કે.મંડળના મંત્રીશ્રી તથા કારોબારી સભ્યોને એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા “વૃક્ષદત્તક” આપવામાં આવ્યા.
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવી.
૨૬મી જાન્યુઆરીના દિવસે એન.એસ.એસ.ના સ્વયંસેવકો તથા શાળાના અન્ય વિદ્યાર્થીઓના સહયોગથી શાળાથી નર્મદા નદીના મલ્હાર રાવ ઘાટ સુધીના જાહેર માર્ગની સફાઈ કરવામાં આવી તથા ગંદકી નહીં કરવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો.
ખાસ શિબિર ૨૦૦૬ - ૦૭
વર્ષ ૨૦૦૬ – ૦૭ નું ખાસ શિબિરનું સ્થળ : “ભીમપુરા” ગામ નજીક આવેલ ‘ગંગનાથ મહાદેવ’ રાખવામાં આવ્યું.
‘ગંગનાથ મહાદેવ’ મંદિરની સફાઈ,ઘાટની માટી પુરાણકામ, રંગકામ, જાહેર માર્ગની સફાઈ તથા પુરાણ કામ, વૃક્ષ રંગકામ જેવા રચનાત્મક કાર્યો હાથ ધરવામાં આવ્યાં.
રોજગાર કચેરી, વડોદરાના સહયોગથી એન.એસ.એસ.ના સ્વયંસેવકોમાં કારર્કિદી અંગે શ્રી વસાવા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
શ્રી એમ.સી.રાઠવા કોલેજના આચાર્યશ્રી દિનેશભાઈ માછી સાહેબ દ્વારા સ્વયંસેવકોને એન.એસ.એસ.ની પ્રગત્તિ આગળ ધપાવવા હાંકલ કરી હતી.
વર્ષ ૨૦૦૭ – ૦૮ નિયમિત પ્રવૃત્તિ
રાષ્ટ્રિય સેવા યોજના દ્વારા શાળાના પટાંગણમાં, પ્રા. શાળાના પટાંગણમાં, ચાંદોદની ખ્ચાતનામ સંસ્કૃત પાઠશાળાના પટાંગણમાં ૫૦૦ જેટલા રોપાઓ લાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવી.
એન.એસ.એસ.યુનિટ દ્વારા ‘વનભોજન’ નું આયોજન માધવાનંદ આશ્રમ ખાતે કરવામાં આવ્યું.
શાળાના મેદાનની સફાઈ કરવામાં આવી.
ખાસ પ્રવૃત્તિ વર્ષ ૨૦૦૭ – ૦૮
વર્ષ ૨૦૦૭ – ૦૮ ની ખાસ શિબિર ‘દરિયાપુર – બદ્રિકાશ્રમ’ ખાતે રાખવામાં આવેલ હતી
શિબિર દરમિયાન દરિયાપુરા ગામની સફાઈ, વૃક્ષોનું રંગકામ તથા જતન, ભીંતસુત્રો તથા દરિયાપુરા ખાતેની પ્રા.શાળામાં ‘તારે જમીંન પર’ ફિલ્મ દર્શાવવામાં આવી.
બદ્રિકાશ્રમ મંદિરનું સફાઈ કામ, તથા દરિયાપુરના માર્ગનું પુરાણ કામ હાથ ધરવામાં આવ્યું.
શ્રી હાટકેશ્વર વિદ્યાલય, સાઠોદના આચાર્યશ્રી સંજયભાઈ બારોટ દ્વારા શિબિરના સ્વયંસેવકોને સામાજીક સેવામાં યુવા – ધનનું મહત્વ તથા યુવાનોને આગળ ધપવાની હાંકલ કરી.આ ઉપરાંત ‘મા – બાપને ભુલશો નહીં’ ભજનના ગાન દ્વારા સ્વયંસેવકોને માતા – પિતા અને સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય અદા કરવાનું સૂંચન કર્યું.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ