Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - ગ્રાહક સુરક્ષા

-

જાગૃત ગ્રાહક સંસ્થા દ્વારા શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદની પંસદગી થઇ છે. તેમાં દર વર્ષે 50 સભ્ય બનાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા બાળકોને સભ્ય હોય તેમને સેમિનાર આપવામાં આવે છે. બાળકોને પોતાના હકો, ફરજો વિશેની જાણકારી મળે છે. સમાજમાં નાગરિકોને એક જાગૃત બનાવવા માટે પ્રેરણા મળે છે. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાદિન અને 15 માર્ચ વિશ્વ ગ્રાહકદિન વિશેની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી બાળકોને 24 ડિસેમ્બર ચાંદોદ ગામમાં એક મહાન રેલી યોજવામાં આવી. જેમાં આશરે 1500 બાળકોએ રેલીમાં ભાગ લીધો ગામની અંદર જાગો ગાહક જાગોના સુત્રોચ્ચાર કર્યા. નાગરીકોને એક જાગૃત બનાવવાની તક મળી.
જાગ્રત ગ્રાહક સંસ્થા – વડોદરા દ્વારા શ્રી બી.એન.હાઇસ્કૂલ ચાંદોદમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિ ચલાવવમાં આવે છે.
આ પ્રવૃત્તિમાં દર વર્ષે ધોરણ ૮,૯,૧૦ ના જાગ્રત ગ્રાહક સંસ્થા દ્વારા દર વર્ષે સભ્યો માટે શિબિર યોજવામાં આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૬-૦૭ માં શ્રી બી.એન.હાઇસ્કૂલ, ચાંદોદને કલબ તરીકેની પસંદગી થઇ, તેના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે. ગ્રાહકોના હક્કો અને ફરજો થી વાકેફ બને.
મા – માહિતીનો અધિકાર
પ – પસંદગીનો અધિકાર
સ – સલામતીનો અધિકાર
ર – રજુઆત કરવાનો અધિકાર
આ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન અને વિશ્વ ગ્રાહક દિનના દિવસે ગામમાં રેલી કાઠવામાં આવે, ઉપરાંત પ્રદર્શન યોજવામાં આવે છે.
બાળકો માટે સ્પર્ધા યોજવામાં આવે છે. જેમ કે વકતૃત્વ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા થાય છે.
સંસ્થાના હેતુઓ –
૧૯૮૬ ના ગ્રાહક સુરક્ષા ધારા મુજબ ગ્રાહકોના અધિકારો વિશે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટેની ભાવના યુવાનોમાં ગતિશીલ કરવી, દેશના ગ્રાહક જાગૃતિની પ્રવૃત્તિને વેગ આપવો, માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ કલબોની રચના કરવી.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ