Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - એન.સી.સી.

-

શાળામાં 2007થી એન.સી.સી. યુનિટ શરૂ કરવામાં આવેલ છે. તેમાં 100 વિદ્યાર્થીઓ નોંધણી કરવામાં આવી હતી અને દાખલ કરવામાં આવ્યા. એન.સી.સી. માં જોડાયેલ વિદ્યાર્થીઓને બે વર્ષ દરમ્યાન સૈનિકના કર્મચારીઓ દ્વારા અઠવાડિયામાં બે દિવસ પરેડ દ્વારા જુદી જુદી તાલીમ આપવામાં આવે છે જેમાં સ્વ.શિસ્ત. એકતા, રાષ્ટ્ર ભાવના, દેશ ભાવના તથા શસ્ત્ર તાલિમ વિશે માહિતી અને તાલિમ આપવામાં આવે છે.

એન.સી.સી. નાં બે વર્ષના સમય દરમ્યાન દરેક વિદ્યાર્થીઓએ યુનિટ દ્વારા યોજાતા વાર્ષિક શિબિર (કેમ્પ)માં ફરજીયાત જોળાવાનું હોય છે. તેમાં શસસ્ત્ર દળો ને લગતી સામાજને લગતી અને રાષ્ટ્રભાવનાને લગતી તાલિમ આપવામાં આવે છે.

એન.સી.સી.ના કેડેટ્સ બે વર્ષના અંતે “એ” પ્રમાણપત્ર પરિક્ષા આપી શકે છે અને “એ” પ્રમાણપત્ર ધારક ના અભ્યાસમાં અને સેવાઓમાં અનામત નો લાભ પણ મળે છે. બે વર્ષના અંતે વર્ષ-2009 માં શાળાનાં 58 વિદ્યાર્થીઓ “એ” પ્રમાણપત્ર પરિક્ષા આપી હતી.

હાલ સી.એ.ટી. કેમ્પમાં શાળાના 15 વિદ્યાર્થીઓ સુરક્ષાનગર, રીફાઇનરી-વડોદરા ખાતે જોડાયેલ છે. જેમાં વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ તાલિમ મેળવી રહ્યા છે.



સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ