Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - બાલ ઉર્જારક્ષક દળ

-

શાળામાં ઉર્જાની બચત કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે માટે પ્રાર્થના પ્રવચન, રેલીનું આયોજન દ્વારા સમાજમાં વિજળીની બચત અને વિજચોરી અટકાવવા માટે શું કરવું તેની માહિતી આપવામાં આવે છે. અમારા બાલ ઉર્જારક્ષક દળ ના વિદ્યાર્થીઓ પોતાના ગામમાં વિજચોરી ન કરવી, વિજળીની બચત કરવી, વૃક્ષોનું જતન કરવું જોઇએ. તેના વિષે સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.

બાલ ઉર્જા રક્ષક દળની શરૂઆત વર્ષ ૨૦૦૬ – ૦૭ માં કરવામાં આવી. આ પ્રવૃત્તિ ગુજરાત વિકાસ સંસ્થા, ગાંધીનગરના ઉપક્રમે પ્રાદેશિક લોક વિકાસ કેન્દ્ર, વડોદરાના સહયોગથી ચલાવવામાં આવે છે. બાલ ઉજા રક્ષક દળમાં માધ્યમિક વિભાગમાંથી કુલ ૨૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે.
આ પ્રવૃત્તિ દ્વારા આમ સમાજમાં લોકો ઉર્જાનું મહત્વ સમજે, ઉર્જાની બચત કરતા થાય અને વીજચોરીનું પ્રમાણ ઘટે તે માટે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. બાલ ઉર્જા રક્ષણ દળના વર્ષ ૨૦૦૬ – ૦૭ માં નીચે મુજબની પ્રવૃતિઓ કરવામાં આવી છે.
તેમાં સત્રના પારંભે ઉર્જા રક્ષક દળના સભ્યોની નોંધણી કરવામાં આવી. તેમાં કુલ ૨૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો. તેમાં વિદ્યાર્થીઓના જૂથ પાડવામાં આવ્યાં. દરેક જુથમાં ૪ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો.
આ બાલ ઉર્જા રક્ષળ દળના સભ્યોએ પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને ઉર્જાનું મહત્વ, ઉર્જાની બચત અને વીજચોરી કેવી રીતે અટકાવી શકાય તે માટે પ્રાર્થના પ્રવચન આપ્યું. જુલાઈ માસમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાલ ઉર્જા રક્ષક દળના દરેક સભ્યો પોતાના ગામમાં, જાહેર સ્થળોએ ઉર્જાની બચત કેવી રીતે કરવી તેની માહિતી આપશે. ૧૪ મી ડેસેમ્બરના રોજ ‘ઉર્જાદિન’ નિમિત્તે રેલીનું આયોજન કરવમાં આવ્યું. જેમાં ચાંદોદના ગામ વિસ્તારના રહીશોને ઉર્જાની બચત, વીજચોરી કેવી રીતે અટકાવી તેની સમજ આપવામાં આવી.
બાલ ઉર્જા રક્ષળ દળ વર્ષ ૨૦૦૭ – ૦૮ માં ૨0 ઉર્જા રક્ષક દળના સભ્યોએ સમાજમાં ઉર્જાની બચત, વીજચોરી ન કરવી જોઈએ, ઉર્જાનું ઓડિટ કેવી રીતે કરવું, ઘર વપરાશનાં સાધનોની કેવી રીતે કાળજી રાખવી, તેની પોતાના ગામમાં, શાળામાં જૂથમાં વહેંચાઈને સમાજમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી, ૧૪ મી ડિસેમ્બરના રોજ શાળામાં વકતુત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, અને શાળા કક્ષાએ રેલી કાઢવામાં આવી. લોક વિજ્ઞાન કેન્દ્ર, વડોદરા મુકામે વકતુત્વ સ્પર્ધામાં બે બાલ ઉર્જા રક્ષક દળના સભ્યોએ ભાગ લીધેલ તેમાં માત્રોજા મયુરધ્વંજ કે. અને ભાવસાર ચિન્મય આર. એ ઉર્જાની બચત કેવી રીતે કરવી તે વિશે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ.
બાલ ઉર્જા રક્ષક દળ વર્ષ ૨૦૦૮ – ૦૯ માં ૨૫ વિદ્યાર્થીઓને લેવામાં આવ્યાં હતાં. આ વર્ષમાં ઉર્જા રક્ષક દળના દરેક સભ્યોએ ઉર્જા બચત, ઉર્જાનું મહત્વ અને વીજચોરી કેવી રીતે અટકાવવી તેની શાળાના વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં માહિતી આપી. જુલાઈ માસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, ઉર્જા બચાવો તે અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું, દરેક ઉર્જા આગેવાન પોતાના ગામમાં પડોશમાં ઉર્જાનું સંરક્ષણ કરવું જોઈએ તે અંગેની સમાજમાં માહિતી આપી.
આમ સમગ્ર વર્ષ દરમિયાન ઉર્જા ક્ષેત્રે જનજાગૃતિ ફેલાવવાની કામગીરી બાલ ઉર્જા રક્ષક દળના દરેક સભ્યો કરે છે. તેમાં પ્રાર્થના પ્રવચન, વીજ બીલ વાંચન ઉર્જાનું ઓડિટ, વીજ ચોરીનું દુષણ અટકાવવું, ઉર્જા બચત કેવી રીતે કરવી તેની સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય બાલ ઉર્જા રક્ષક દળના સભ્યો કરે છે.
તેમાં પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, વડોદરામાં આવેલ સંસ્થા અગત્યનો ભાગ ભજવે છે.

આ પ્રવૃતિમાં શાળાના વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક બનવાની તક મળી. આ પ્રવૃતિમાં શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. શાળાના વિદ્યાર્થીઓને “મશરૂમની ખેતી” વિશેના પ્રોજેક્ટ વિશે સંશોધન માટે પ્રેરણા આપી. ત્યાર બાદ જીલ્લા કક્ષા વિદ્યાર્થીઓએ ભાગ લીધો.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ