Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - સ્ટોર વિભાગ

-

શ્રી બી.એન. હાઇસ્કૂલ ચાંદોદમાં સ્ટોર વિભાગ શાળાની એક પ્રવૃતિના ભાગરૂપે ચલાવવામાં આવે છે. ગ્રામીણ સ્તરની શાળામાં દરેક સ્તરના વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. બાળકોના સહાય અર્થે આ પ્રવૃતિ ચલાવવામાં આવે છે. સ્ટોર વિભાગ અંતર્ગત નક્શાપોથી, નિબંધની નોટો, પ્રયોગપોથી, તથા પેન પેન્સિલ વગેરે વસ્તુઓ મૂળ કિંમતે આપી બાળકોનાં અભ્યાસમાં સહાય કરવામાં આવે છે. શાળાનાં ધોરણ 5થી12 ના બધા જ વિદ્યાર્થીઓ એમાં સહકાર આપે છે.

કો-ઓપ.સ્ટોર

શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી બી.એન.હાઈસ્કૂલ, ચાંદોદમાં એક પ્રવૃતિના ભાગરુપે વિવિદ્ય સામગ્રીનો સ્ટોર વિભાગ ચલાવવામાં આવે છે. જેમાં પ્રતિવર્ષ અભ્યાસલક્ષી જરૂરી ચિત્રપોથી, નિબંધની નોટો તથા પ્રયોગપોથી, સિધ્ધિઓ ધો.૫ થી ૧૦ માટે લાવવામાં આવે છે.અને વેચવામાં આવે છે. શાળાના કેટલાંક વિદ્યાર્થીઓ જેઓ આર્થિક રીતે પછાત છે અને અભ્યાસિક સામગ્રી સરળતાથી લાવી શકતા નથી અને અભ્યાસમાં અગવડ અનુભવે છે. તેવા વિદ્યાર્થીઓ સરળતાથી મેળવી શકે અને અધ્યયનમાં રુચી દાખવી શકે. આ સ્ટોર વિભાગ એક નફો મેળવવાના આશયથી ચલાવવામાં આવતો નથી, પણ શાળાના વિદ્યાર્થીઓ બજારના વિક્રેતાઓના શોષણનો ભોગ ન બને અને સસ્તી કિંમતે સામગ્રી મેળવી શકે તે અભિગમ રાખવામાં આવ્યો છે. શાળાના આચાર્યશ્રી તથા વર્ગશિક્ષકોનો આમાં સવિશેષ ફાળો રહેલો છે. વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉધરાવવા, હિસાબ રાખી,વર્ગની સંખ્યા પ્રમાણે સ્ટોરનું સંચાલન કરનાર પાસેથી સામગ્રી મેળવી વિદ્યાથીઓને વહેંચણી કરવાનું કામ વર્ગશિક્ષકો પોતાની જાતે જ સ્વહસ્તે કરે છે. શાળાના વડાશ્રી આચાર્ય સાહેબનો આમાં સિંહફાળો રહેલો છે. જે તે વસ્તુઓની ખરીદી કરતા પહેલાં જે તે વિક્રેતાનો રુબરુ
સંપર્ક કરી ભાવ-તાલ નકકી કરવા,વિદ્યાર્થીઓને પોસાય તેમ છેકે કેમ તેની ખાતરી કરવી એમાં આચાર્યશ્રીનો સવિશેષ ફાળો રહેલો છે. જે તે વિક્રેતા પાસેથી ડિસ્કાઉન્ટ મળે તે ગરીબ વિદ્યાર્થી ફંડમાં કે કોઈપણ શાળાની બીજી પ્રવૃતિમાં ઉમેરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને ફાયદારૂપ હોય વર્ષ ૨૦૦૮ માં નિબંધની નોટો પર સ્કૂલનું નામ પણ છપાવવામાં આવ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓ શાળાના ગૌરવનો અનુભવ કરી શકે. હેતુઓ –

૧. વિદ્યાર્થીઓ કિફાયત કિંમતે સહેલાઈથી સામગ્રી મેળવી શકે.
૨. સમાજના પછાત વર્ગના બાળકોને રાહત દરે મળી શકે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ