Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - ઇકોક્લબ

વિજ્ઞાન મંડળની પ્રવૃતિ

ઇકો ક્લબ દ્વારા વિદ્યાર્થીઓદ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનુ અયોજન કરવામાં આવે છે. તેમજ ઔષધિક વનસ્પતિઓ અંગેની જાણકારી વિદ્યાર્થીઓને આપવવામાં આવે છે. તેમજ અન્ય પર્યાવરણ સંરક્ષણની પ્રવૃતિઓ કરવામાં આવે તેમજ રોજિંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણની પ્રવૃતિઓ કરી વિદ્યાર્થીઓને ગ્રીન હાઉસ અસર, ઓઝોન સ્તર વિશેની જ્ણકારી આપવામાં આવે છે. તેમજ સાબુ ફિનાઇલ, વિક્સ, બામ વગેરે બનાવી વિદ્યાર્થીઓને તે ઘરે બનાવવાની જાણ કરી પ્રોત્સાહન આપીયે છીએ.

ઈકો કલબની શરૂઆત વર્ષ ૨૦૦૨ – ૦૩ માં કરવામાં આવી. ઈકો કલબમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચત્તર મા. વિભાગમાંથી કુલ ૫૦ વિદ્યાર્થીઓ ભાગ લે છે. ઈકો કલબમાં વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ અને વન્યજીવો તેમજ ઔષધિય વનસ્પતિ અંગે જાણકારી આપવામાં આવે છે.
ઈકો કલબમાં વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન જુલાઈ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં જુદી – જુદી જાતના વૃક્ષો અને ઔષધિય વનસ્પતિઓ લાવવામાં આવે છે. વૃક્ષારોપણ કાર્યક્રમ શાળાના મંડળનાં સભ્યો અને એન.એસ.એસ.ના યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શાળામાં શિક્ષકોનાં સહયોગથી કરવામાં આવે છે. જેમાં વૃક્ષનું મહત્વ અંગેની સમજુતી વિદ્યાર્થીઓને આપવમાં આવે છે.
ઈકો કલબમાં વર્ષ ૨૦૦૫ – ૦૬ માં નીચે દર્શાવ્યા મુજબની કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે. મંત્રીશ્રી – ગોહિલ મયુરધ્વંજ કે., પ્રમુખશ્રી –પાઠક મહર્ષિ વી.,ટ્રેઝરર – દરજી સ્નેહલકુમાર એમ.
ઈકો કલબમમાં ઈકોમેળાનું આયોજન કૃષ્ણ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની બે વિદ્યાર્થીની યાદવ અપેક્ષાબેન બી.અને પંચોલી નિશાબેન એમ. ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વર્ષમાં ઈકો કલબ દ્વારા વિદ્યાર્થીઓની રેલીનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં ચાંદોદ ગામ વિસ્તારના રહીશોને પ્રાણીની મહત્તા વિશે જાણકારી મળે અને તેઓ પ્રાણીની બચત કરવા અને બગાડ ન કરવા અંગે જાગૃત બને તેવી સમજ અમારી શાળાની ઈકો કલબ દ્વારા કરવામાં આવે છે.
ઈકો કલબ વર્ષ ૨૦૦૬ – ૦૭ માં નીચે દર્શાવ્યા મુજબની કાર્યકારી સમિતિની રચના કરવમાં આવી છે. મંત્રીશ્રી - ગાંધી વિકાસકુમાર જે., પ્રમુખશ્રી – માછી રાહુલકુમાર વી., ટ્રેઝરરશ્રી – વ્યાસ ધ્રુવેશકુમાર વી.
વર્ષ ૨૦૦૬- ૦૭ માં ‘હેરોનરી’ (બગલાના માળાની વસાહત) ની ગણતરી કરવામાં આવે છે. જેમાં ચાંદોદની આજુબાજુ આવેલા ગામડાંમાં રહેતા બગલાની જુદી –જુદી જાતોની ગણતરી કરવામાં આવે છે. ઈકો કલબમાં ભાગ લીધેલાં દરેક વિદ્યાર્થીઓને પેપરમાં આવેલ ઔષધિય વનસ્પતિના કટિંગ ભેગાં કરી તેને ફાઈલ બનાવવામાં આવે છે. આખા વર્ષ દરમ્યાન માસના અંતિમ દિવસે સાફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક કલાસમાં આવેલા ઈકો કલબનાં વિદ્યાર્થીઓએ દરેક કલાસનું અને શાળાનાં મેદાનની સફાઈ કરવામાં આવે છે.
વર્ષ ૨૦૦૭ – 0૮ માં નીચે મુજબની કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે.
મંત્રીશ્રી – પંચોલી દિપકકુમાર એસ., પ્રમુખશ્રી ભટ્ટ વશિષ્ટકુમાર, ટેઝરરશ્રી – વ્યાસ અમીબેન એમ.
આ વર્ષમાં વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. અને માનવીને ઉપયોગી એવી વસ્તુ સાબુ, ફિનાઈલ, વિકસ અને બામ વગેરે બનાવી વિદ્યાર્થીને ઘરે બનાવવાની જાણ કરવામાં આવે છે. આ વર્ષે જાહેરમાર્ગ (મલ્હારરાવ ઘાટ સ્કૂલનાં ગેટ) ની સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈકો કલબનાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીઘો હતો.
વર્ષ ૨૦૦૮- ૨૦૦૯ માં નીચે મુજબની કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે.
મંત્રીશ્રી – મહીડા હાર્દિકસિંહ એ., પ્રમુખશ્રી જોષી હેતલબેન, ટ્રેઝરર – મિસ્ત્રી ચીરાગકુમાર આર.
આ વર્ષમાં જુલાઈ માસમાં વૃક્ષોરોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસોપાલવ,કરેન, વાંસ, બંગાળી બાવળ, શરૂ, બોગનવેલ, અને ઔષધિય વનસ્પતિ તરીકે અરડુંસી વગેરે છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ શાળાનાં મેદાનમાં તેમજ શાળાની આજુબાજુ આવેલ મેદાનમાં રોપવામાં આવ્યાં હતાં.
આખા વર્ષ દરમ્યાન રોપેલ વૃક્ષ અને છોડનું જતન કરવામાં આવે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ