Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા

-

માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાય છે. ધોરણ-8માં અભ્યાસ કરતા બાળકો જેમાં 50% કરતા વધુ ગુણ મેળવ્યા હોય તેવા ભાળકોને પરીક્ષા આપવાની પ્રેરણા આપી દર વર્ષે દશથી વધુ બાળકોને તૈયાર કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ઉત્તીર્ણ થતા બાળકોને શિષ્યવૃતિ આપવામાં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પરીક્ષા યોજાતી હોય છે. પરીક્ષા ફી નું ધોરણ 50રૂ. હોય છે.

વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે પુસ્તકીય જ્ઞાન ની સાથે સાથે બાહ્ય પ્રવૃતિઓ પણ ખૂબ જ જરૂરી છે. એના ભાગરૂપે શાળામાં માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પ્રવત્તિ પણ ચલાવવામાં આવે છે. પ્રતિ વર્ષે આ પરીક્ષા યોજાય છે. તેમાં ફક્ત ધોરણ 8 (આઠ) ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. એમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંકે આવનારને શિષ્યવૃત્તિ સરકારશ્રી દ્વારા મૂકવામાં આવે છે. આ પરીક્ષામાં ભાગ લઇ બાળક પોતાની શક્તિ નો પરિચય મેળવી શકે છે. તેમાં ધૈર્ય અને હિંમત જેવા ગુણોનો વિકાસ થાય છે.

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ