Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - facility

સુવિધાઓ

કમ્પ્યુટર વિષયક બાબતો

કમ્પ્યુટર એ આધુનિક યુગનું એક અનિવાર્ય અંગ બની રહ્યું છે. તે માનવીને દરેક કાર્યક્ષેત્રમાં મદદ કરે છે. આમ તે માનવીનાં મિત્ર સમાન છે. કમ્પ્યુટર મેથેમેટીકલ અને લોજીકલ બન્ને પ્રકારના કાર્યો કરવામાં મદદ કરે છે. ઝડપ, ચોકસાઇ અને આપેલ માહિતીનો સંગ્રહ કરવો એ કમ્પ્યુટરનાં મુખ્ય ગુણો છે. કમ્પ્યુટર તેને આપેલ કમાન્ડ અનુસાર કોઇ પણ કાર્યને પૂર્ણ ચોકસાઇથી અને ઝડપથી કરી આપે છે તેથી સમયનો મોટો બચાવ થાય છે. આમ ૨૧ મી સદી એ કમ્પ્યુટર યુગ તરીકે ઓળખાય છે.
કમ્પ્યુટર શિક્ષણનો મુખ્ય હેતું એ છે કે આજનાં યુગનાં દરેક વિદ્યાર્થીને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. વર્તમાન સમયમાં દરેક ફીલ્ડમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે ગવર્મેન્ટ ઓફીસ, બેકોં, મેડીકલ સાયન્સ, એન્જીનીયરીંગ વગેરે. શહેરથી માંડીને નાનામાં નાના ગામડાં સુધીનાં વિદ્યાર્થીને કમ્પ્યુટરનું શિક્ષણ મળી સરકીશ્રીએ શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષણ આપવાની શરૂઆત કરી અને દરેક શાળાઓને કમ્પ્યુટર આપ્યા.
શ્રી બી.એન.હાઇસ્કૂલમાં કમ્પ્યુટર શિક્ષણની શરૂઆત વર્ષ ૨૦૦૩-૦૪ થી કરવામાં આવી, તેમાં શ્રી આદર્શ કેળવણી મંડળે પોતાનું યોગદાન આપ્યું. શાળામાં કમ્પ્યુટર લેબની વ્યવસ્થા કરવામાં આવી, તેમાં સંસ્થાએ ૧૦ કમ્પ્યુટરની ખરીદી કરી અને વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ આપવાની શરૂઆત કરી. શાળામાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનું સારુ શિક્ષણ મળી રહે તે માટે સંસ્થાએ યોગ્ય ડીગ્રી ધરવાતા તાલીમી કમ્પ્યુટર શિક્ષકોની નિમણૂંક પણ કરી.
શ્રી બી.એન.હાઇસ્કૂલમાં સરકારશ્રીની મંજુરીથી ધોરણ – ૮ અને ૯ માં કમ્પ્યુટર વિષય દાખલ કરી શાળામાં પધ્ધતિસર કમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરી. આ ઉપરાંત પ્રાથમિક વિભાગ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનાં વિદ્યાર્થીઓને પણ કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે માધ્યમિક વિભાગમાં ધોરણ – ૮ અને ૯ માં કમ્મપ્યુટરનાં પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, શાળામાં વિદ્યાર્થીઓને થિયરીકલ અને પ્રેકટીકલ એમ બે રીતે કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. શાળાનાં સમયપત્રકમાં કમ્પ્યુટર વિષયનાં અલગ પીરીયડ ફાળવવામાં આવે છે અને તેમાં વિદ્યાર્થીઓને થિયરીકલ અને પ્રેકટીકલ શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનું થિયરીકલ શિક્ષણ વર્ગખંડમાં અને પ્રેકટીકલ શિક્ષણ કમ્પ્યુટર લેબમાં આપવામાં આવે છે. શાળાની કમ્પ્યુટર લેબને પણ અદ્યતન સુવિધા યુકત બનાવવામાં આવી છે. દરેક કમ્પ્યુટરનું અલગ સુંદર ટેબલ છે અને દરેક વિદ્યાર્થીઓને બેસવા માટેની રિવોલ્વીંગ ચેઇરની પણ વ્યવસ્થા છે. એક કમ્પ્યુટર પર વધુમાં વધુ ૨ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. કમ્પ્યુટર શિક્ષક દ્વાર વિદ્યાર્થીઓને પ્રેકટીકલ વર્ક વ્યક્તિગત સમજાવવામાં આવે છે.
કમ્પ્યુટરનાં પ્રેકટીકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનાં મુખ્ય પાર્ટસ કી-બોર્ડ, મોનીટર, માઉસ, પ્રિન્ટર વગેરે તેમજ ઉપયોગી કમ્પ્યુટર પ્રોગ્રામ એમ.એસ. ઓફિસ વગેર વિશેની માહિતી આપવામાં આવે છે. આમ, વિદ્યાર્થીને કમ્પ્યુટરમાં ગાણિતીક ગણતરીઓ કરતાં પણ શિખવવામાં આવે છે. આમ, વિદ્યાર્થીને કમ્પ્યુટરમાં ગણિતીક ગણતરીઓ કરતાં પણ શિખવામાં આવે છે, આમ, વિદ્યાર્થીને કમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટ તૈયાર કરી તેની ફાઇલ બનાવી તેનો કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરતાં શિખવવામાં આવે છે.
શ્રી બી.બેન.હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનું જે શિક્ષણ આપવામાં આવે છે તેની પરીક્ષા પણ લેવામાં આવે છે શાળાની વાર્ષિક કસોટીમાં કમ્પ્યુટરની પરીક્ષા લેવાય છે કમ્પ્યુટર વિષયની ત્રણ પરીક્ષા લેવાય છે. થિયરી, પ્રેકટીકલ અને મૌખિક જે સરકાશ્રીની પદ્ધિતી અનુસાર લેવામાં આવે છે. કમ્પ્યુટરની પ્રાયોગિક પરિક્ષા કમ્પ્યુટર લેબમાં આવે છે. શાળામાં દર વર્ષે ૪૦૦ થી ૪૫૦ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણ મેળવે છે.
શ્રી બી.એન.હાઇસ્કૂલનું કમ્પ્યુટર વિષયનું પરિણામ ૧૦૦% આવે છે તેમજ કમ્પ્યુટર વિષયમાં જે વિદ્યાર્થીનાં સૌથી વધારે ગુણ આવે તે વિદ્યાર્થીને શાળા તરફથી ઇનામ એનાયત કરવામાં આવે છે. શાળામાં દરેક વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનું શિક્ષણ મળે અને તે ભવિષ્યમાં ઉપયોગી બની રહે તે માટે શાળાનાં આચાર્યશ્રી અને શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
શ્રી બી.એન.હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનો મહત્તમ ઉપયોગ કરવાનો મળી રહે તેમજ કમ્પ્યુટર લેબમાં પણ વિદ્યાર્થીઓને સારી સુવિધા મળી રહે તેમાં શ્રી આદર્શ કેળવણી મંડળ, ચાંદોદ અને શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદ સતત પ્રયત્નશીલ રહેશે. શાળાનો દરેક વિદ્યાર્થી કમ્પ્યુટર શિક્ષણથી વંછીત ન રહે એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.