Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

શ્રી આદર્શ કેળવણી મંડળનાં હેતુઓ અને ઉદ્દેશો

(૧) સામાન્યરીતે ચાંદોદ પેટાવિભાગમાં અને ખાસ કરીને ચાંદોદ નગરમાં શિક્ષણનો પ્રસાર કરવો અને શૈક્ષણિક સવલતો પૂરી પાડવી. આ માટે ખરેખર ગરીબ અને બુધ્ધિમાન હોય તેવા ચાંદોદની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મદદ કરવી. આધુનિક શૈક્ષણિક ક્ષેત્રિય સાધનોની સુવિધા માટે સજજ્તા પ્રાપ્ત કરવી. બાળકોનાં શિક્ષણમાટે, તેમનાં સર્વાંગી વિકાસ માટે  વિકાસલક્ષી ઉત્તમ શિક્ષણનું અમલીકરણ કરવું.

(૨) ઉપરોક્ત હેતુઓ સિધ્ધ કરવા ચાંદોદ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી, વહીવટ લેવો અથવા તેઓ સાથે જોડાણ કરવું. વિદ્યાર્થીઓના જીવનઘડતરનાં પ્રયાસ માટે સંસ્થા-વાલી જગત અને શિક્ષકગણનો સમન્વય કરી શિલ્પીઓનું મંડળ રચવું.

(૩) ચાંદોદ તથા આસપાસનાં ગામોમાં રહેતી કન્ચાઓને અભ્યાસ અર્થે પ્રોત્સાહિત કરી “કન્યાકેળવણી”ને ઉત્તેજન આપવાનું કાર્ય કરવું.

(૪) આરોગ્ય વિષયક જ્ઞાન-પ્રસાર થી ગ્રામ-આરોગ્ય સુધારણા કાર્ય કરવું. જે અર્થે વડોદરા શહેરનાં ખ્યાતનામ ડોક્ટરર્સનો સંપર્ક કરી બાળકોનાં સ્વાસ્થ્ય અંગે વિવિધ કેમ્પનું આયોજન કરવું.

(૫) વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રીય અભ્યાસક્રમ દ્વારા ઉચ્ચશિક્ષણ ની પ્રાપ્તિ માટે વિજ્ઞાનપ્રવાહ શરૂ કરવા માટેનાં પ્રયત્નો કરવા.

(૬) ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો બાળકો પરિચય કેળવે, પશ્ચિમી સસ્કૃતિની માયાજાળમાંથી મુક્ત થાય, આપણો સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તેવી પ્રવૃતિઓ હાથ ધરવી, રમત-ગમત ક્ષેત્રે, સાહિત્ય-સંગીત-કલાજગત વગેરે ક્ષેત્રોએ સંસ્થાનાં વિદ્યાર્થીઓ રસ દાખવે અને રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય કક્ષા સુધી સંસ્થા પોતાનું પ્રતિતિધિત્વ કરે તેવા પ્રયાસો હાથ ધરવા.

(૭) બાળકોમાં પ્રમાણિકતા, નૈતિકતા, રાષ્ટ્રપ્રેમ, વિશ્વબંધુત્વ જેવાં નૈતિક મૂલ્યો નું ઘડતર થાય તેવા સક્રીય પ્રયત્નો કરવા.